વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું ખેડૂત પેનલનું પરિણામ જાહેર…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી એકાદ વર્ષ પૂર્વે ચૂંટણી થઈ હતી જેમાં ખેડૂત પેનલના મતનો મામલો હાઇકોર્ટમાં પહોંચતા, હાઇકોર્ટનો ચુકાદો તાજેતરમાં આવી જતા આજે ખેડૂત પેનલનું ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ખેડૂત પેનલનું જાહેર થયેલ પરિણામમાં કુલ 10 સભ્યોમાંથી છ સભ્યો કોંગ્રેસ પ્રેરિત પેનલના અને ચાર સભ્યો ભાજપ પ્રેરિત પેનલના ચૂંટાય આવ્યા છે.
ચૂંટણી અધિકારીએ જાહેર કરેલ ખેડૂત પેનલનું પરિણામ….
વિજેતા ઉમેદવારો :-
(૧) પીરઝાદા શકીલ એહમદ ખુરશીદહૈદર – 332
(૨) કડીવાર ઇસ્માઈલ ફતેમામદભાઈ – 330 BJP
(૩) ખોરજીયા યુનુસ અલાવદી – 313 BJP
(૪) કડીવાર અબ્દુલરહીમ વલીમામદભાઈ – ૩૧૧
(૫) પરાસરા ગુલામ અમી – ૩૦૯
(૬) શેરસીયા હુસેન આહમદ – ૩૦૫
(૭) શેરસીયા હુસેન માહમદ – ૩૦૪
(૮) બ્લોચ ગુલમહંમદ ઉમરભાઈ – ૨૯૭ BJP
(૯) શેરસીયા જલાલભાઈ અલીભાઈ – ૨૯૭ BJP
(૧૦) ગોરીયા નાથાભાઈ મનજીભાઈ – ૨૯૬
પરાજીત ઉમેદવારો :-
(૧૧) વાળા કિર્તિરાજસિંહ દિપુભા – ૨૯૫
(૧૨) કુણપરા બચુભાઈ મનજીભાઈ – ૨૯૧
(૧૩) કોબીયા દેવાભાઈ છગનભાઈ – ૨૮૬
(૧૪) ચૌહાણ બીપીનભાઈ પ્રેમજીભાઈ -૨૮૬
(૧૫) જાડેજા હરદીપસિંહ મહેન્દ્રસિંહ – ૨૮૬
(૧૬) કેરવાડીયા કરમશીભાઈ ગોવિંદભાઈ. -૨૮૫
(૧૭) ઝાલા સિધ્ધરાજસિંહ ચનુભા – ૨૮૨
(૧૮) ઝાલા અર્જુનસિંહ તેજુભા. – ૨૮૦
(૧૯) જાડેજા હરદેવસિંહ દિલુભા. – ૨૭૯
(૨૦) સાપરા મગનભાઈ જગાભાઈ – ૨૭૬
(૨૧) બાદી ઉસ્માનગની નુરમામદ – ૦૩૯
હવે કોર્ટનો મામલો પૂરો થતાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવશે, યાર્ડના સંપૂર્ણ પરિણામ ઉપર નજર કરીએ તો ખેડૂત પેનલમાંથી કોંગ્રેસ પ્રેરિત પેનલના છ ઉમેદવારો વિજેતા થયા છે વેપારી પેનલમાંથી ચારે ચાર કોગ્રેસના વિજેતા થયા હતા. જ્યારે સંઘ પ્રોસેસિંગમાં પણ કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે આમ હાલમાં તેમની પાસે કુલ 18 માંથી 11 સભ્ય સંખ્યા છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વેપારી પેનલમાંથી ચૂંટાઈ આવેલા અશ્વિન મેઘાણી ભાજપમાં જતા રહેતા તેમજ ખેડૂત પેનલમાં પણ એકાદો સભ્યો તૂટવાની ચર્ચા થઈ રહી છે.
ત્યારે જોવાનું એ રહે છે સરકારી પ્રતિનિધિઓ કોના તરફેણમાં મતદાન કરે છે. તેના ઉપર સંપૂર્ણ પરિણામનો આધારે રહેલ છે. પણ પરિણામ કદાચ આશ્ચર્ય પમાળે તેવું આવી પણ શકે !! આ તો રાજકારણ છે !! ગમે ત્યારે ગમે તે થઈ શકે !! ખરુંને ?