Placeholder canvas

વાંકાનેર: ટાઉન હોલના પટમાં જુગાર રમતા 4 શકુનિઓ પકડાયા

વાંકાનેર માર્કેટ ચોક પુલદરવાજા પાસે આવેલા ટાઉનહોલ ના પટમાં જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ કુલરોકડા 10800 મુદ્દામાલ સાથે પકડાયા

વાંકાનેર શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પો. કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા ને મળેલી બાતમીના આધારે ટાઉનહોલ પટમાં રેડ કરતા ત્યાંથી જુગાર રમતા(1) રમેશભાઈ તેજાભાઈ ગોરીયા(2) છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેખા(3) અબ્બાસભાઈ ઈબ્રાહમભાઈ મકરાણી(4) અરજણભાઈ પેથાભાઇકરોતરા સહિતને કુલ રોકડા10800 મુદ્દા માલ સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ કામગીરી કરનાર પી.આઈ કે .સી. છાસિયા પો.હેડકોન્સ યશપાલસિંહ પરમાર હરદીપસિંહ ઝાલા કૃષ્ણ રાજસિંહ ઝાલા પ્રતિપાલસિંહ વાળા ધર્મરાજ ભાઈ કીડીયા સહિતના આ કામગીરીમાં જોડાયા હતા

આ સમાચારને શેર કરો