Placeholder canvas

મોરબી: મારી નાખવાની ધમકી આપનાર સ૨પંચના આગોતરા જામીન મંજુર

મોરબીમાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર જેતપર ગામના સ૨પંચના આગોતરા જામીન કોર્ટે મંજુર કર્યા છે મોરબી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરી છે

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલિસ મથકમાં તારીખ ૩/૧૨/૨૨ના રોજ દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા તથા તેની માતાને દુષ્કર્મના આરોપી અને અન્ય લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોય જે બનાવ મામલે જેતપર ગામના સ૨પંચ જેઠાલાલ હ૨જીભાઈ ગોચીયા વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી હતી

જે ફરિયાદ અન્વયે આરોપીએ પોતાના વકીલ નીતિનકુમાર અમૃતલાલ પંડ્યા મારફત એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલે કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના આગોતરા જામીન મંજુર કર્યા છે

આ સમાચારને શેર કરો