Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઈવે જકાતનાકા સર્કલ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત બેને ગંભીર ઇજા…

વાંકાનેર નેશનલ હાઈવે જકાતનાકા સર્કલ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બાઇક સવાર બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા 108 દ્રારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જકાતનાકા સર્કલ પાસે અવારનવાર અકસ્માત થઇ રહયા છે અને ઘણા બધા લોકો ને ઈજા પહોંચી છે અને કેટલાકના મોત પણ થયા છે. આમ છતાં આ મોત સમાં જકાતનાકા સર્કલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી કે વાંકાનેર શહેર પોલીસની ક્યારે આંખો ખુલશે ? હજુ નેશનલ હાઈવે ઓથોરિટી અને વાંકાનેર શહેર પોલીસ કેટલા લોકોને ગંભીર ઇજા કે મોત થતા જોવા માંગે છે ? આવા પ્રશ્નો આજે લોકોમાં ચર્ચા કરી રહ્યા છે.

તાજેતરમાં જ મોરબી જિલ્લા પોલીસવાળા દ્વારા વાંકાનેરમાં ડ્રાઇવ કરવામાં આવી હતી ત્યારે નેશનલ હાઇવે પર પોલીસ રોફ જમાવીને ત્યાંથી પસાર થતા લોકોને પાવતી આપી રહી હતી. આ પોલીસને શું હાઇવે ઉપર માથેલા સાંઢની જેમ નીકળતા ડમ્પર, Wasn’t ટ્રક અને બેફામ રીતે ચાલતા વાહનો કેમ દેખાતા નથી ? તેમની સામે કાર્યવાહી કરવામાં શું તકલીફ પડી રહી છે. ?

દંડ વસુલતી પોલીસ પોતે ગાડી રોંગસાઈડમાં રાખીને રોંગસાઈડમાં આવનાર અને લાઇસન્સ વિગેરે વિગેરે…બાબતે લોકો પાસેથી દંડ વસુલે છે…પણ એમની પાસે કોણ દંડ વસુલશે. ?

અત્રે ઉલ્લેખનીય છે કે દોઢ બે વર્ષ પૂર્વે આ સર્કલ પાસે એક ટ્રક અને બાઇક ચાલકનું અકસ્માત થયું ત્યારે હાઇવે ઉપર આવેલું વચ્ચેનું સર્કલ તૂટી ગયું હતું જેમને નેશનલ હાઈવે ઓથોરિટી દ્રારા આજ સુધી રીપેર કરવામાં આવ્યું નથી. તેમ જ અહીંયા ભારે ટ્રાફિક રહેતો હોવા છતાં ટ્રાફિકનું સંચાલન કરવામાં વાંકાનેર શહેર પોલીસ સરેઆમ નિષ્ફળ રહી છે અને જેમના કારણે અવારનવાર અહીં અકસ્માત થઈ રહ્યા છે. પોલીસ અને નેશનલ હાઇવે ઓથોડીની આંખ ક્યારે ખુલશે ? સાથે સાથે એ પણ કહ્યું રહ્યું કે વાંકાનેરમાં મોટી મોટી બાંગો ફેકનાર નેતાને પણ આ કેમ દેખાતું નથી ? શું જનતાના જીવનની કોઈને પડી જ નથી.?

જુઓ આ અકસ્માતનો વિડીયો

આ સમાચારને શેર કરો