Placeholder canvas

વાવાઝોડાની આંખ પાકિસ્તાનમાં પ્રવેશસે : 24 પશુઓના મોત, હાલ સુધી કોઈ માનવમૃત્યુ ધ્યાને નહિ

બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું રાહત કમિશનરે જણાવ્યુ છે.

ગાંધીનગરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું છે કે, દ્વારકામાં વધુમાં વધુ 60 કિમી ઝડપે પવન ફુંકાયો હતો. કચ્છમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં 940 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થયા છે. રાહત આપનાર વાત એ છે કે માનવ મોતની કોઇ ઘટના ધ્યાને આવી નથી. જો કે 22 લોકોને ઈજા થઈ છે. 24 પશુઓના મોત થયા છે. આ વચ્ચે આવતીકાલે પાટણ – બનાસકાંઠામાં અતિભારે વરસાદ થશે. આવતીકાલથી નુકસાની સર્વેની કામગીરી શરુ કરાશે.

આ સમાચારને શેર કરો