Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના મહિલા ચેરમેનના પતિ સામે પગલા લેવાની ટિકર સરપંચની માંગ

મોરબી જિલ્લા પંચાયતના મહિલા ચેરમેનના પતિ દ્વારા કોરોના ખોટા મેસેજ વાયરલ કરીને લોકોમાં ભય ફેલાવવામાં આવ્યો હોવાથી હાલમાં ટિકર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેઓની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે થઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. હાલમાં જ્યારે કોરોનાનો ભય સમગ્ર દેશ અને રાજ્યની અંદર ફેલાયેલો છે ત્યારે હક્કિતની ખરાઇ કર્યા વગર મેસેજને વહેતા કર્યા હોવાથી હાલમાં સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના મહિલા ચેરમેનના પતિ સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપના ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી હાલમાં તેઓને રાજકોટમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને કોરેન્ટાઇન કરીને ત્યા રહેતા લોકોની નિયમિત રીતે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.

તેવામાં મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના મહિલા ચેરમેનના પતિ અકબરભાઈ બાદી હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ પીએચસી સેન્ટર ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ એવી માહિતી વહેતી કરી હતી કે ઉમાટાઉનશીપ વિસ્તારમાંથી ઘણા બધા લોકો ટીકર ગામે આવી ગયા છે. તેની મેડીકલ તપાસ કરવાની માંગ કરી હતી. જોકે આ બાબતે ટીકર ગામના મહિલા સરપંચ સંગીતાબેન વિજયભાઇ પટેલ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઉમા ટાઉનશીપમાંથી આવેલા લોકોમાંથી કોઇ સંક્રમિત નથી અને તમામની મેડીકલ તપાસ કરાવી લેવામાં આવી છે અને જે એપાર્ટમેન્ટમાંથી પોઝીટીવ કેસ આવેલ છે તેની આજુબાજુમાંથી કોઇ આવેલ નથી ત્યારે ગામના લોકોમાં ભય ઉભો કરવા બદલ મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના મહિલા ચેરમેનના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરીને પગલા લેવા માટે સ્થનિક પોલીસને લેખિતમાં રજુઆત કરીને ખોટી અફવા ફેલાવનારની સામે પગલા લેવાની માંગ કરી છે.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો