વડોદરામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 280
વડોદરામાં સવારે 4 પોઝિટિવ કેસો આવ્યા હતા તેની સાથે આજના દિવસના પોઝિટિવ કેસોની સંખ્યા 21 થઈ છે.
વડોદરામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાંજે નાગરવાડા વિસ્તારમાં વધુ 7 કેસ પોઝિટિવ આવતા વડોદરામાં કુલ કેસનો આંકડો 39 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 280 દર્દીઓ થઈ ગયા છે.
જિલ્લા કલેકટરના જણાવ્યા પ્રમાણે, જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી 17 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે સવારે આવેલા 4 પોઝિટિવ કેસો સાથે આજના દિવસના પોઝિટિવ કેસોની સંખ્યા 21 થઈ છે. નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે માસ સેમ્પલ લેવામાં આવ્યા હતા એ પૈકી આ 17 પોઝિટિવ આવ્યા છે. કુલ પોઝિટિવ કેસ વધીને 39 થયા છે ઉલ્લેખનીય છે કે, તકેદારીના રૂપમાં ઉપરોક્ત વિસ્તારમાં માસ સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવી રહી છે.
વડોદરામાં નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને રેડ ઝોન જાહેર કરી ક્લસ્ટર કવોરનટાઈન કરાયો છે. નાગરવાડાના કેટલાક કોરોના પોઝિટિવ દર્દી તાંદલજા ના લોકો સાથે સંપર્કમાં હતા.