અબડાસાના ઘરડા વિસ્તાર અને લખપતના ગામડાંઓના 130 જરૂરતમંદ પરીવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવી

અબડાસા અને લખપત તાલુકાના છેવાળાના અંતરીયાળ ગામડાંઓમાં કચ્છ મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને સમગ્ર કચ્છના આદરણીય વડીલ એવા મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબના માર્ગ દર્શનથી તેમના પરિવાર અને અન્ય દાતાઓના સહયોગથી
આજે નલીયાના સૈયદ અભુભકરશા બાપુ ના ગ્રુપ દ્વારા નારાણસરોવરવ, દયાપર, મોરી, ગુનાઉ, વાલાવારી, કનોજ, કૈયારી સહીત અંતરીયાળ ગામડાંઓમાં જરૂરતમંદ 130 પરીવારો ને આજરોજ નારાણસરોવરવના તલાટી જશોદાબહેન અને દયાપરના તલાટી ભાણજીભાઈ અને દયાપર સરપંચ ભવાનજીભાઈને સાથે રાખી ને કચ્છ કલેકટર સાહેબ શ્રી જાહેરનામા મુજબ સોસિયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખી, સમગ્ર 130 રાશનકીટ જરૂરતમંદ પરીવારો ને વિતરણ કરવામાં આવી હતી.

સૈયદ અભુભકરશા બાપુના ગ્રુપ દ્વારા જણાવ્યું હતું કે હાલમાં તમામ સર્વે થયેલા જરૂરતમંદ પરીવારો સુધી મદદ પહોંચતી કરી છે. હાલમાં સરકાર દ્વારા પણ રાશનકાર્ડ પર રાશન મફતમાં લોકો ને મળેલ છે.
સૈયદ સલીમબાપુ બાપુ વિંઝાણના ગ્રુપ અને મતીયા દેવ સેવા સમિતિ ટ્રસ્ટ અને અબડાસા તાલુકા પંચાયત ગ્રુપ અને રાતા તળાવ ઓધવરામ ટ્રસ્ટ આ તમામ ગ્રુપ વતીએ દરેક ગામડાંઓમાં તમામ જરૂરતમંદો સુધી રાશનકીટો પહોંચાડવા માં આવી છે.

ત્યારે હાલમાં સમગ્ર તાલુકા સંપૂર્ણપણે સમગ્ર જરુરતમંદ પરીવારોને મદદ મળી ગઈ હોવાથી સૈયદ અભુભકરશા બાપુ ગ્રુપ નલીયા અને સૈયદ સલીમબાપુ ગ્રુપ વિંઝાણ આ બન્ને ગ્રુપ દ્વારા હાલમાં આ સેવા કાર્ય સ્થગિત કરવા નું નિર્ણય કરયો છે. આગળ જતા જો લોકડાઉન વધશે અને જરુર જણાસે તો અમો ફરી સર્વે કરી જરુરતમંદો ને મદદ પહોંચાડવાનું નેક સેવા કાર્ય ચાલુ કરશું તેમ સૈયદ અભુભકરશા બાપુ અને સૈયદ સલીમબાપુએ જણાવ્યું છે.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો