Placeholder canvas

કૃષિ વિભાગે એકસાથે 26 યોજના બંધ કરી

રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટેની 26 યોજના એક ઝાટકે બંધ કરી દીધી છે. ખેડૂતો લાભ ન લેતા હોવાનું કારણ આગળ ધરી કૃષિ વિભાગે 26 યોજના બંધ કરી છે. વર્ષ 2001થી વર્ષ 2022માં અમલમાં આવેલી 26 યોજનાઓ બંધ કરવામાં આવી છે.

યોજનાનું બજેટ વણ વપરાયેલું પડ્યું રહેતું હોવાના કારણે યોજના બંધ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલીક યોજનાઓમાં ડુપ્લીકેશન થતું હોવાના કારણે પણ બંધ કરાઈ હોવાનો અધિકારીએ દાવો કર્યો છે. બંધ કરાયેલી યોજનાઓનું બજેટ હવે ખેડૂતલક્ષી અન્ય યોજનામાં ફાળવવામાં આવશે.

આ સમાચારને શેર કરો