વાંકાનેર: ગુલાબનગરની મહિલાઓનો પાણી માટેનો પોકાર: લોકો પાણી વગર ટળવળી રહયા છે.
વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ પર ટેલીફોન એક્સચેન્જની સામે આવેલ “ગુલાબનગર સોસાયટી”માં આશરે ૧૧૦ જેટલા મકાનોમાં લોકો વર્ષોથી વસવાટ કરીએ છે. આ સોસાયટી હાલ ઓ.જી. વિસ્તાર તરીકે આવે છે. આ સોસાયટી તેઓ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. છતાં હજુ સુધી પીવાના પાણીની સુવીધા મળેલ નથી. ગુલાબનગર સોસાયટીમાં આવેલ ૧૧૦ જેટલા મકાનના લોકો પાણી વગર ટળવળી રહયા છે.
ગુજરાત સરકાર દ્રારા ગુજરાતના તમામ લોકો માટે તેઓની પ્રાથમીક જરૂરીયાત જેવી કે પાણી,લાઇટ વિગેરે માટે ખુબજ સારૂ કામ કરી રહી છે. અને ગુજરાત સરકારની ભાવના રહેલી છે. કે ગુજરાતના કોઇપણ રહેવાશી પાણી વગર ન રહે. આવા ગુજરાત સરકારના હેતુ હોવા છતાં પણ ગુલાબનગર સોસાયટીને પાણી આપવામાં આવતુ નથી. આવા ધોમ- ધખતાં ઉનાળામાં પણ પાણીની ખુબજ જરૂરીયાત હોય તેવા સમયે પણ તેઓને પાણી મળી રહયુ નથી.
ગુલાબ નગરની મહિલાઓએ વાંકાનેર પ્રાંત અધિકારીને લેખિતમાં પાણી આપવા વિનંતી કરી છે અને જો તેઓની માંગ નહીં સંતોષાય તો ના છૂટકે ગાંધી ચીંધીયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ જગ્યાએ બિનખેતી કરીને એ વિસ્તારને રહેણાંક હેતુ માટે ડેવલપ કરવામાં આવે ત્યારે બેનખેતીની મંજુર કરતી વખતેની શરતોમાં જે તે વિસ્તારને સીસી રોડ, પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટની સુવિધા કરવાની સાથે બિનખેતીની મંજૂરી આપવામાં આવે છે. જે શરતો બિનખેતીના હુકમમાં લખેલી હોય છે.ખરેખર દરેક સોસાયટીમાં આ સુવિધા પૂરી પાડવાની જવાબદારી સોસાયટીના ડેવલોપરની છે અને જો ડેવલોપર આ સુવિધા પૂરી ન પાડે અથવા ન પાડવામાં આવી હોય તો તેમની સામે બિનખેતી મંજૂર કરનાર અધિકારી સમક્ષ રજુ રજૂઆત કરી શકાય છે અને કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

