Placeholder canvas

વાકાનેર: ૩૦ ગામોમાં ૫૦૦૦ વુક્ષો વાવિને જતન કરવાનો સંદેશો આપતી એફ્પ્રો સંસ્થા

જમીનનુ ધોવાણ અટકાવવા અને વેરાન જગ્યા ને વગડો બનાવતી સંસ્થા

By Jayesh Bhatasana

એક્શન ફોર ફ્રુડ પ્રોડક્શન એફ્પ્રો સંસ્થા વાકાનેર મા ૨૦૧૨ થી ખેડુતો મજુરો ને મહિલા માટે કામ કરી રહી છે જેમા પર્યાવરણ અને જમીન ના રક્ષણ માટે આ વર્ષે વાકાનેર ના ૩૦ ગામડા ના ખુણાખાચરે વેરાન જગ્યા અને ધોવાણ વાળા શેઢાપાળા ફરતે વુક્ષારોપણ કર્યુ હતું. અને નાગરિકો મા પર્યાવરણ પત્યે જાગૃતિ લાવવા નો પ્રયાસ હાથ ધર્યો હતો

આ કાર્ય મા સંસ્થા ના પ્રોજેક્ટ મેનેજર નિતીનકુમાર બંસલ વાકાનેર પિયુ મેનેજર ગુલાબભાઈ સિપાઈ. સોયબભાઈ પરાસરા સહિત તમામ ફિલ્ડ ફેસીલેટર જોડાયા હતા. પ્રતિ વર્ષ સંસ્થા વાકાનેર સહિત મોરબી જીલ્લા ના અન્ય તાલુકામાં પણ હજારો ની સંખ્યામા વુક્ષારોપણ કરે છે અને તેનુ જતન ની જવાબદારી નિભાવે છે.

આ સમાચારને શેર કરો