વાંકાનેર: વાંકિયા ગામના આદમભાઇ ઇશાભાઇ માધાતનું મૃત્યુ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના આદમ ઇશા માઘાતનું આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના આદમભાઈ ને તકલીફ જણાતા તેઓએ થોડા સમય પૂર્વે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યાં લેવામાં આવેલું તેનું સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આદમભાઈ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા ત્યાં ફરી પાછું સેમ્પલ લેવામાં આવ્યું હતું તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આદમભાઈને કિડનીની તકલીફ હોવાના કારણે તેઓ ફરી પાછા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આજે તેમનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…