મોરબી: ડોકટર સહિત બે થયા કોરોનાના સંક્રમિત
મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો કુલ આંક 162 થયો
મોરબી : આજે મોરબી શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબીના વાવડી રોડ પર રહેતા 72 વર્ષના ડોક્ટર અને કલેકટર બાંગ્લા પાસે રહેતો 38 વર્ષનો યુવાન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 162 થયા છે.
મોરબી શહેરમાં આજે કોરોનાના બે કેસ જાહેર થયા છે.જેમાં મોરબીના વાવડી રોડ ઉપર રહેતા 72 વર્ષના ડોકટર હીરાલાલ ભટ્ટ અને મોરબીના કલેકટર બાંગ્લા પાસે નાગર પ્લોટ વિસ્તારમાં રહેતા 38 વર્ષના કેતનભાઈ નરેન્દ્રભાઈ પૂજરાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે મોરબી તાલુકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો આથી તંત્ર અને લોકોએ રાહત અનુભવી હતી. ત્યારે આજે સવારે મોરબીમાં કોરોનાના બે કેસ નોંધાયા હતા.