Placeholder canvas

ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નવી બે કલમોનો ઉમેરો અને બે ઇજાગ્રસ્તો ડિસ્ચાર્જ…

મોરબી : મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત મામલે પુલનું રીનોવેશન કામ કરનાર અને સારસંભાળ રાખનાર એજન્સીના 9 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયેલ ફરિયાદમાં રિમાન્ડની માંગણી દરમિયાન તપાસનીશ અધિકારી દ્વારા આ ઘોર બેદરકારી મામલે આઇપીસી કલમ 336 અને 337નો ઉમેરો કરાયો છે જ્યારે આઇપીસી કલમ 338નો ઉમેરો કરવા અંગે નામદાર અદાલત દ્વારા નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. જો કે અદાલતી કાર્યવાહી દરમિયાન આરોપીઓના વકીલે બચાવમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને બૉલીવુડ ફિલ્મ ઓહ માય ગોડની જેમ એકટ ઓફ ગોડ ગણાવી હતી.

મોરબીમાં 30મી ઓક્ટોબરની ગોઝારી સાંજે ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના બાદ પોલીસે ઝૂલતો પુલ રીનોવેશન કરવાનો કોન્ટ્રાકટ રાખી ઝૂલતા પુલની સંચાલન કરનાર ઓરેવા કંપનીના બે મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 304 અને 308 મુજબ ગુન્હો દાખલ કરી ટિકિટ બારીના સંચાલક સિક્યોરિટી ગાર્ડ અને પુલનું ફેબ્રિકેશન કરનાર બે સહિત નવ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે તપાસનીશ અધિકારી દ્વારા તમામ આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા અને નામદાર કોર્ટે બન્ને પક્ષની દલીલો બાદ ઓરેવાના બે મેનેજર અને ફેબ્રિકેશનની કામગીરી કરનાર બે સહિત ચાર આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

બે ઇજાગ્રસ્તો ડિસ્ચાર્જ

મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં આજે ચોથા દિવસે પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ નવા કોઈ લાપતા કે અન્યની ડેડબોડી મલેલ નથી. સિવિલમાં સારવાર લઈ રહેલા છ ઇજાગ્રસ્તમાંથી બે સ્વસ્થ થતા બપોર બાદ આ બન્નેને રજા અપાઈ

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HXcZmc55kbhLi4yr9UOSt2
આ સમાચારને શેર કરો