વાંકાનેર: માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક ચાલકે બોલેરોના ઠાઠામા ઠોકી ! ત્રણ ઇજાગ્રસ્ત
વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ પાસે આગળ જતી બોલેરોના ઠાઠામાં ટ્રક ટ્રેલર ચાલકે ઠોકતા બોલેરો પલટી મારતા બોલેરોમાં બેઠેલા ત્રણ લોકોને ઇજાઓ થઈ હતી. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી નાસી ગયો હતો.
વાંકાનેર સિટી પોલીસ થાણેથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેરના ગારીડા ગામના અને હાલ ચોટીલાના ડોસલીઘુના ગામે ખેતીકામ કરતા ભોજાભાઈ અરજણભાઈ ધાડવી બોલેરો ગાડીમાં બેસીને જઇ રહ્યા હતા ત્યારે ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક ટ્રેઈલર નંબર CG-04-HS-3555ના ચાલકે પાછળથી બોલેરોને ઠોકર મારતા બોલેરો પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં બેઠેલા મોહનભાઈ કુકાભાઈ ધાડવી તેમજ ગારીડા ગામના બોલેરો ચાલક મેઘજીભાઈ કુંવરાભાઈ ધોરીયાને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી પોબરા ભણી ગયો હતો.
આ અકસ્માતની ઘટના અંગે ભોજાભાઈ અરજણભાઈ ધાડવીએ બિહારના માલચક ગામના ટ્રક ચાલક અમરજીતભાઈ બિછુઆભાઈ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી આરોપી ટ્રક ચાલકને ગણતરીની કલાકોમાં જ અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.