Placeholder canvas

વાંકાનેર: ગાયત્રી પરિવાર દ્વારા આગામી રવિવારે રંગોળી સ્પર્ધા આયોજન…

વાંકાનેર: દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની આપણી પરંપરા ને વધુ મજબૂત કરવા ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા એક રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા મા વાંકાનેર ના કોઈ પણ બહેનો ભાઈઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે …

આ સ્પર્ધા મા ભાગ લેવા માટે 30 ઑક્ટોબર રાત્રે 9:00 વાગ્યા સુધીમાં 9265066096 પર રજિસ્ટ્રેશન કરાવી લેવું, રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે ફોન અથવા whatsapp મેસેજ કરી શકાશે. આ સ્પર્ધા 31/10/2021 ને રવિવાર ના રોજ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે બપોરે 3:00 થી 5:00 યોજાશે. આ સ્પર્ધામા ભાગ લેનાર દરેક સ્પર્ધકને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ 1 થી 3 વિજેતા સ્પર્ધકને ગિફ્ટ આપી સન્માનિત કરાશે…

રંગોળી સ્પર્ધા ના નિયમો

● રંગોળી સ્પર્ધા મા ભાગ લેનાર સ્પર્ધા ના સ્થળે બે કલાક ની સમય મર્યાદા મા પોતે એકલા એ રંગોળી બનાવાની રહેશે અન્ય વ્યક્તિ ની મદદ નહીં લઈ શકાય…

● રંગોળી માટેના જરૂરી કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધક એ પોતાના ખર્ચે લાવવાના રહેશે…

● રંગોળી મીંડા વાળી તથા ફ્રી-હેન્ડ વાડી કોઈ પણ બંને માંથી એક દોરી શકશે…
● રંગોળી અમુક ફિક્સ સાઇઝ મા દોરવાની રહેશે…

રંગોળી સ્પર્ધા 2 વિભાગ મા થશે..
1 = 5 થી 15 વર્ષ સુધી ના સ્પર્ધક
2 = 15 વર્ષ થી ઉપર ના સ્પર્ધક
બંને ની સ્પર્ધા સાથે જ રહેશે…

રજિસ્ટ્રેશન માટે :- 9265066096

આ સમાચારને શેર કરો