રાજકોટ: મ.ન.પા.ની બેદરકારીના લીધે એક વ્યક્તિનો લેવાયો ભોગ, રૈયા રોડ પાસે બની ચોંકાવનારી ઘટના

રાજકોટ મહાનગર પાલિકાની અતિ ગંભીર બેદરકારી અવી સામે મનપાની બેદરકારીના લીધે રૈયા રોડ પાસે ચોંકાવનારી ઘટનામાં એક વ્યક્તિનો ભોગ લેવાયો છે.

150 ફૂટ રીંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે મનપાના કોન્ટ્રાક્ટરે કોઈ આડ્સ રાખ્યા વગર ખાડો ખોદીને રાખી દીધો હતો. જેમાં આજે સવારે એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો પાડયો છે.
મનપાના કોન્ટ્રાક્ટરે સાઈન બોર્ડ કે અન્ય કોઈ વોરનિંગના મુક્તા આ ઘટના બની હતી, રાજકોટ મનપાને ખાલી ખાડા ખોદવામાં જ રસ છે નહિ કે તેને પબ્લિકની સેફ્ટીમાં. !! રાજકોટ મહાનગર પાલિકાનું નર્ભર તંત્ર હવે આ ઘટનામાં શુ પગલા લેશે? બન્યો ચર્ચાનો વિષય…
મળેલી માહિતી મુજબ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બાઇક અકસ્માતમાં બાઈક સવાર હર્ષ અશ્વિનભાઈ ઠકકર કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં સિમેન્ટ કોંક્રેટનું કામ ચાલતું હતું અને ખાડામાં લોખંડના સળિયા ઉભા હતા તે સળિયા હર્ષના શરીરને આરપાર નીકળી ગયા હતા અને તેમનું ત્યાંને ત્યાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જાણવા મળેલી માહિતી મુજબ મૃતક હર્ષ ઠકકર પરિવારનો એકનો એક દીકરો હતો, આ પરિવાર હવે આધાર વિહોણો થઈ ગયો છે, હર્ષના પિતાને આ અકસ્માતને જાણ થતા તેમની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. આમ નગરપાલિકાના વાકે આ પરિવાર ઉપર આપ ફાટી પડ્યું છે.


