Placeholder canvas

રાજુલાના મજદર ગામ પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગી,થયો ટ્રાફિક જામ.

અમરેલી: રાજુલાના મજદર ગામ પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. ટ્રકમાં આગ લાગવાથી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, નેશનલ હાઈવેની બંને તરફ એક કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી હતી.

આ બનાવ જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં ડ્રાઈવર કન્ડક્ટર બન્નેનો આબાદ બચાવ થયો હતો. ટ્રક થોડીવારમાં બળીને ખાખ થઈ ગઈ, માત્ર હાડપિંજર બચ્યું હતું. ટ્રકમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

આ સમાચારને શેર કરો