લીંબડી અમદાવાદ હાઇવે પર ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
લીંબડી: જનશાલી ગામના પાટિયા પાસે એકસીડન્ટ થયેલ રોડની સાઈડમાં પાર્ક કરેલ બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ લકઝરી બસમાં સવાર 8 થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જેમને એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલ મુસાફરોને ફરજ પરના ડોક્ટરે સારવાર આપી હતી.
મળેલ માહિતી મુજબ મહાસાગર ટ્રાવેલ્સની લક્ઝરી બસ જૂનાગઢથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે લીમડીના જનસાલી ગામના પાટીયા પાસે એક એક્સિડન્ટ થયેલ ટ્રક રોડની સાઈડમાં ઉભો હતો તેમની પાછળ આ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત બાદ હાઇવે પર જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને થયેલ ટ્રાફિક જામ કિલયર કરીને આ અકસ્માતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.