Placeholder canvas

વાંકાનેર: ગાયત્રીનગરમાં રહેણાંક મકાનમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર શહેરમાં સિટી પોલીસે ચોક્કસ બાતમીને આધારે ગાયત્રીનગરમાં આવેલા રહેણાંક મકાનમા દરોડા પાડ્યા હતા. જ્યાં વિદેશી દારૂના ૨૬૪ નંગ બોટલ-ટીન ઝડપાયા હતા. અને પોલીસે એક ઈસમની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ તપાસમાં અન્ય બે આરોપીઓના નામ ખૂલતાં તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન પોલીસકર્મી યશપાલસિંહ પરમાર અને કૃષ્ણરાજસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી હાર્દિકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ગાયત્રીનગરમાં પોતાના રહેણાંક મકાનમા વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી હાર્દિકસિંહ અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની ૧પ૯ બોટલ તથા બીયરના ૧૦૪ ટીન સહિત રૂપિયા ૭૪૬૨૦નો ૨૬૪ નંગ બોટલ-ટીનનો મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો.આ ઉપરાંત પોલીસની સઘન તપાસમાં આરોપી મહાવિરસિંહ નટુભા જાડેજા તથા અન્ય એક આરોપીની નામ ખૂલ્યું હતું. જેથી પોલીસકર્મીઓએ વાંકાનેર સીટી પોલીસ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં પી આઈ કે.એમ છાસીયા, પી એસ આઈ એન.એમ ગઢવી, યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી, પ્રતિપાલસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલા તથા સંગીતાબેન નાકીયા સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

આ સમાચારને શેર કરો