Placeholder canvas

માતાનાં મઢે દર્શન કરી પરત આવતા યુવાનના બાઇક આડે ખુંટીયો પડતા થયેલ અકસ્માતમાં એકનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા ઠાકોર સમાજના બે યુવાનો ગત તારીખ 10ના રોજ કચ્છમાં આવેલ માતાના મઢે બાઈક લઇ દર્શન કરવા નીકળ્યા હતા. દર્શન કર્યા બાદ માંડવી ફરવા ગયા હતા અને ત્યાંથી પરત હળવદ આવી રહ્યા હતા ત્યારે માંડવી નજીક આવેલ દેશલપર (કંઠી) ગામ નજીક બાઈક આડે ખુટીયો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે એક યુવાનને ગંભીર ઈજા થતાં પ્રથમ ભુજ અને ત્યારબાદ જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં પાંચ દિવસની સારવાર બાદ ગઈકાલે સોમવારે 18 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું.

હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા વિમલભાઈ સુરેશભાઈ લોદરીયા ઉમર વર્ષ 18 અને તેઓનો મિત્ર ગત તારીખ 10ના રોજ સુખપર થી બાઇક લઇ માતાના મઢ કચ્છ દર્શન કરવા નીકળ્યા હતા.મા આશાપુરાના દર્શન કર્યા બાદ આ બંને યુવાનો માંડવી ફરવા ગયા હતા અને ત્યાંથી પરત પોતાના ગામ સુખપર આવી રહ્યા હતા.ત્યારે માંડવી નજીક આવેલ દેશલપર (કંઠી)ગામ નજીક તેઓના બાઈક આડે ખુટીયો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ આકસ્માતમાં વિમલભાઈ લોદરીયા ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેઓ સાથે રહેલા બીજા યુવાને સામાન્ય ઇજા પહોંચી હતી.જેથી વિમલભાઈને પ્રથમ ભુજ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જોકે વધુ સારવારની જરૂરિયાત હોય જેને લઇ જામનગર ખસેડવામાં આવ્યા હતા.જોકે જામનગર પાંચ દિવસની સારવાર દરમિયાન વિમલભાઈનું ગઈકાલે તારીખ-16-10-2023ને સોમવારના રોજ મોત નીપજ્યું હતું.

આ સમાચારને શેર કરો