જામનગર-રાજકોટ હાઈવે પર ટ્રકની પાછળ ઈકો કાર ઘૂસી ગઈ ! કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત.
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ઇકો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અને તેમાં એક યુવાનનું મોત નિપજ્યું છે. ત્યારે બનાવના પગલે પંચકોશી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલ માહિતી મુજબ, જામનગરમાં વિભાપર ગામમાં રહેતા જતીન છત્રાલા નામનો યુવાન કોઈ સામાજિક કામ પતાવીને રાજકોટથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન જામનગર રાજકોટ હાઇવે પર રામપરના પાટીયા નજીક જામનગર તરફથી આવતા રોડ પર તેની ઈકો કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવાનના મૃતદેહને જામનગરની જી.જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.