બંધુનગર પાસે હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત

મોરબી : બંધુનગર પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

નેશનલ હાઇવે પર બંધુનગર નજીક કારના ચાલક પહેલવાનસીગ સમેરસીગ ગુજજર (રહે. મલ્ટીસ્ટોન, લુણસર ચોકડી, તા.વાંકાનેર)એ પોતાની કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આથી, કાર રોડ પરની રેલિંગ તોડી રોન્ગ સાઇડમા પલ્ટી ખાઇ ગઈ હતી. અને કારનો રીક્ષા સાથે એકસીડન્ટ થયો હતો. કારમાં બેઠેલ રાજેશભાઇ ખીમસીગ ખપેડને નાક પર ગંભીર પ્રકારની ઇજાઓ તથા હાથે-પગે ઇજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હતું.

આ સમાચારને શેર કરો
  • 26
  •  
  •  
  •  
  •  
  •  
    26
    Shares