વાંકાનેર: ચંદ્રપુર ગામે યુવાનને ગળોફાંસો ખાઇ કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં રહેતા એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર શહેર પોલીસ દ્વારા મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી….
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં રહેતા અને મજુરી કામ કરતા કમલેશભાઈ રાજુભાઈ ચૌહાણ (ઉ.વ.19 અને રહે. હાલ ચંદ્રપુર, મુળ એમપી) નામના યુવાને ગઇકાલે ચંદ્રપુર ગામ ખાતે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ વાંકાનેર શહેર પોલીસને થતાં પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી….