અણીયારી ટોલનાકે એક-બે નહિ પણ 30 વાહનો વચ્ચે અકસ્માત : 1 ગંભીર, 4ને સામાન્ય ઇજા.

મોરબી : માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે એક-બે નહિ પણ એકિસાથે 30 વાહનો અથડાતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી અને આ અકસ્માતમાં 1 વ્યક્તિને ગંભીર જ્યારે ચાર વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી છે.
મળેલ માહિતી મુજબ આજે વહેલી સવારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક ગાઢ ધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી જેમાં એક પછી એક નાના મોટા 30 વાહનો અથડાતા હાઇવે ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો.
દરમિયાન અકસ્માતોની ઘટના અંગેની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક અને માળીયા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.



