Placeholder canvas

વાંકાનેર: તીથવા ગામે આસોઈ નદી પરનો કોઝવે તૂટ્યો

વાંકાનેર: તાલુકાના સૌથી મોટ તિથવા ગામે આસોઈ નદીમાં આવેલ ભારે પુરના કારણે એક કોજવે તૂટી ગયો છે.

તીથવા થી તીથવા-2 (કુબા) તરફ જવાના રસ્તામાં આશોઈ નદી ઉપર બનાવવામાં આવેલ કોજવેનો અમુક ભાગ તૂટી ગયો છે. આ તૂટેલા ભાગમાં જોતા એવું લાગે છે કે આ કોઝવેનું કામ નબળુ થયું હશે.

આ કોઝવે તુટવાથી તિથવાના પેટાપરાનો મુખ્ય ગામ તીથવા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં જે ખેડૂતોની વાડીઓ આવેલી છે, તે લોકોને વાડી જય શકશે નહીં કેમકે કોજવેનો ઉપરનો ભાગ ઉખડી ગયો છે જેથી ત્યાં કોઈપણ વાહન ચાલી શકે તેમ નથી. અને નદીમાં ઘણું પાણી વહેતુ હોવાથી નદી પાર કરી શકાય તેમ ન હોવાના કારણે ખેડૂતો હેરાનપરેશાન થઇ જશે. જેથી જવાબદાર તંત્ર આ કોઝવે રીપેર કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવી જોઈએ.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો