Placeholder canvas

વાંકાનેર: સીટી પોલીસના કોન્સ્ટેબલ વતી 50 હજારની લાંચ સ્વીકારતો વચેટિયો ઝડપાયો.

વાંકાનેર : વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી વાંકાનેર શહેર પોલીસ મથકના ડિસ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલાને દારૂના ગુન્હામાં લાંચ લેવાના ગુન્હા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે જાહેર કરેલી સત્તાવાર વિગત વાંકાનેર શહેર પોલીસ મથકમાં ડીસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મી કિરીટસિંહ નટવરસિંહ ઝાલાએ દારૂના ગુન્હામાં ઝડપાયેલા આરોપી પાસે 1 લાખની લાંચ માંગી હતી. અને રકઝક બાદ 75 હજાર આપવાનું ફાઇનલ થયું હતું. જેમાંથી અગાવ ફરિયાદીએ 25 હજાર આપી દીધા હતા અને બાકીના 50 હજાર આજે આપવાના હતા. જે બાબતે ACBએ ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી સહિતની ટીમે વાંકાનેરમાં આજે ટ્રેપ ગોઠવી હતી. જેમાં પોલીસકર્મી કિરીટસિંહ ઝાલા વતી વચેટીયો પ્રવીણ ખોડાભાઈ બાંભવાને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.

ACBના મોરબી પીઆઇ પ્રવીણ ગઢવી અને રાજકોટ ACBના સ્ટાફે આ સફળ ટ્રેપ કરી વાંકાનેરના પોલીસકર્મી સામે લાંચનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો