Placeholder canvas

વાંકાનેર: શહેર પોલીસ મથકનો કર્મી લાંચ લેતા ઝડપાયો ?

વાંકાનેર : વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી હોવાનું અને આ ટ્રેપમાં વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મચારી લાંચ લેતા ઝડપાઇ ગયાની અમારા માહિતી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો જાહેર થઈ નથી.

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કોઈ ગુન્હામાં લાંચ માંગી હોવાની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી સહિતની ટીમે વાંકાનેરમાં આજે ટ્રેપ ગોઠવી હતી. જેમાં એક પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાઇ ગયો છે. જોકે આ અંગે હજુ સત્તાવાર કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. આ લાંચની ટ્રેપમાં કેટલા રૂપિયાની લાંચ માંગી હતી? વગેરે કોઈ વિગત હજુ જાહેર થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ વાંકાનેરમાં ACBની ટ્રેપની કાર્યવાહી થઈ છે. અને ટુક સમયમાં વિગતો જાહેર કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો