Placeholder canvas

વાંકાનેર: પાણી પુરવઠાના બે કર્મચારીઓએ રૂ.૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા

વાંકાનેરના પાણી પુરવઠાના બે કર્મચારીઓને એસીબીએ છટકું ગોઠવી રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. પાણીના કનેક્શન લેવા બાબતે ધમકાવી મોટો દંડ કરી કેસ કરશે તેવી બીક બતાવી ને બન્ને કર્મચારીઓએ લાંચ માંગી હોવાનું ખુલ્યું છે. પણ એંસીબી એ આ બન્ને લંચિયા કર્મચારીઓને રંગે હાથે પકકડી પાડીને તેમની ઈચ્છા ઉપર પાણી ફેરવી દીધું હતું

પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી તથા તેના મિત્રએ કાછીયાગાળા સર્વે નંબરમાથી પસાર થતી ઢાંકી – સુરેન્દ્રનગરથી હડાળા – રાજકોટ જતી GWIL નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન માથી પાણીનુ કનેકશન લીધેલ હોય જે બાબતે આરોપીઓએ આઠેક દિવસ પહેલા ફરીયાદીને બોલાવી પાણીના બન્ને કનેકશન દુર કરાવી ફરીયાદીને કનેકશન બાબતે અવાર નવાર રૂબરૂ બોલાવી ફરીયાદીને બન્ને પાણીના કનેકશન બાબતે તેઓ ઉપર કેસ કરી બન્નેને દશ – દશ લાખનો દંડ કરાવશે અને તેઓની જમીન ઉપર બોજો આવશે તેવી બીક બતાવી આરોપીઓએ સાથે મળી કેસ નહી કરવાના પ્રથમ બન્ને વચ્ચે રૂ.૧,૫૦,૦૦૦ ની માંગણી કરી રકજકના અંતે એકના રૂ.૫૦,૦૦૦ લેખે બન્નેના રૂ. ૧,૦૦,૦૦૦-આપવાનુ કહી બાદ ફરીયાદીને આક્ષેપીત અવાર નવાર ફોન કરી બોલાવી ફરીયાદીના મિત્રનો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરી ફરીયાદી પાસે લાંચની માંગણી કરાતા ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકુ ગોઠવી આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી આરોપી સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા સંધી (ઉવ.૩૫ ધંધો નોકરી લાઇન મેન પાણી પુરવઠા સુરેન્દ્રનગરમાં અગીયાર માસના કરાર આધારીત રહે.ખેરવા તા.વાંકાનેર) બીજો આરોપી હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયા પટેલ ઉવ.૨૫ ધંધો:- નોકરી ધરતી એન્જીનિયરીંગમાં મેન્ટેનન્સ સુપરવાઇઝર રહે. હાલ-કુવાડવા પાણી પુરવઠાના હેડ વર્ક્સના ક્વાર્ટરમાં મુળ રહે. અમરેલી લાઠીરોડ વ્રુદાવન પાર્ક બી-૫૧.), ને લાંચના નાણા રૂ.૪૦,૦૦૦ સ્વિકારી એકબીજાને મદદગારી કરી સ્થળ ઉપર બન્નેને એસીબીએ ઝડપી લીધા હતા.

આ સમાચારને શેર કરો