Placeholder canvas

રાજકોટ: સણોસરના સરપંચનો પુત્ર એસીબીના છટકામાં રંગે હાથે વાંકાનેરમાંથી પકડાયો.

વાંકાનેર : રાજકોટ તાલુકાના સણોસરા ગામના સરપંચ શેરસીયા જુબેદાબેન રજાકભાઈનો પુત્ર રાશીદ બાંધકામની મંજૂરી માંટે મોટી રકમ માંગણી કરતો હતો અને મંજૂરી મેળવનારે દોઢલાખ આપવાનું ફાઇનલ કરીને એસીબી ને જાણ કરી હતી, જેમાં આજે સરપંચનો પુત્ર રાહિબ એસીબીના છટકામાં રંગે હાથે પકડાયો છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ આર.કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન 12 ના બ્લોક નંબર 2 પર બાંધકામની મંજૂરી મેળવવા માટે ગામના સરપંચનો પુત્ર મોટી રકમ માંગતો હતો, આખરે દોઢ લાખમાં ફાઇનલ કરીને મંજૂરી મેળવનારે એસીબીને જાણ કરી હતી એસીબીએ ગોઠવેલ છટકામ મુજબ આજે વાંકાનેરના ગુલશન સોસાયટી વિસ્તારમાં આ રકમ આપવાનું ગોઠવવામાં આવ્યું હતું અને પ્લાન મુજબ સરપંચનો પુત્ર રાહિબ અહીં દોઢ લાખ રૂપિયા લેવા માટે આવ્યો હતો જે એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયો છે.

હાલ એસીબીએ સણોસરાના સરપંચ શેરસીયા જુબેદાબેન રજાકભાઈનો પુત્ર રાહિબને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ વિગત ટૂંક સમયમાં આવશે…

આ સમાચારને શેર કરો