Placeholder canvas

મહત્વનો નિર્ણય: બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી હોલટિકીટ ભુલી જાય તો પણ પરીક્ષા આપી શકશે.

આગામી 14મી માર્ચથી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ શરુ થઈ રહી છે ત્યારે આ વર્ષે પરીક્ષા બોર્ડ દ્વારા હોલટિકીટ બાબતે મહત્વનો નિર્ણય લઈ હોલટિકીટ ઉતાવળે ભુલી ગયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટેની વ્યવસ્થા ગોઠવી છે જેમાં દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીની હોલ ટિકીટની એક કોપી રહેશે.

આ વર્ષે બોર્ડની પરીક્ષામાં શાળા સંચાલકોને હોલટિકીટ રોકવા ડીઈઓ તરફથી આદેશ અપાયા છે તો પરીક્ષા સમયે હોલટિકીટ ભુલાઈ જાય તો દરેક કેન્દ્રો પર વિદ્યાર્થીની હોલ ટિકીટની એક કોપી રાખવા બોર્ડે આદેશ કરી મહત્વનો નિર્ણય લીધો છે જે વિદ્યાર્થીઓ હોલ ટિકીટ ભુલી ગયા હશે એવા વિદ્યાર્થીઓની કેન્દ્ર નિયામક દ્વારા શાળાના આચાર્યનો સંપર્ક કરીને હોલટિકીટ વોટસએપ પર મંગાવાશે.

પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાનાં સમય કરતા 30 મીનીટ ત્યારબાદ 20 મીનીટ પહેલા પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે. 13 માર્ચે વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે શાળામાં જઈ શકશે.

આ સમાચારને શેર કરો