માળીયા: સૂરજબારી પુલ પર બસ હડફેટે આવી જતા 50 જેટલા ઘેટાના મોત
માળિયા : માળિયા નજીક આવેલા સુરજબારી પુલ ઉપર એસટી બસની હડફેટે આવી જતા અંદાજે 50 જેટલા ઘેટાના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળેલી માહિતી મુજબ માળીયા નજીક આવેલ સૂરજબારી પુલ પર દાહોદ – ભુજ – કચ્છ રૂટની GJ 18 Z 8031 નંબરની એસટી બસ હેઠળ વેહલી સવારે પસાર થઈ રહી હતી. ત્યારે ઘેટાનું ટોળું બસની હડફેટે ચડ્યું હતું. આ અકસ્માતમાં અંદાજે 50 જેટલા ઘેટાઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે, અને માલધારી પરિવારને મોટો આર્થિક ફટકો પડયો છે.