Placeholder canvas

વંદે ભારત ટ્રેને વલસાડ પાસે બળદનો ભોગ લીધો, એન્જીનમાં પડી ગયો ઘોબો…!!

વંદે ભારત ટ્રેનની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક ટ્રેન સાથે ગૌવંશ બળદ અથડાતા આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના કારણે ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં નુકસાન થયું હતું. અકસ્માત બાદ થોડો સમય ટ્રેન થોભાવીને બાદમાં આગળ વધારવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતને લઈને પણ પશુ માલિકની સામે ગુનો નોંધાઈ શકે છે. 

અગાઉ બે વખત બની ચૂકી છે અકસ્માતનો ભોગ
આપને જણાવી દઈએ કે, આ પ્રથમ વખત નથી જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો ભોગ બની હોય, આ પહેલા અમદાવાદ અને આણંદ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.

તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો