Placeholder canvas

વાંકાનેર: આપ દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપ્યુ…

આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપવામાં આપીને રજુઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ રદ કરવી પડી છે ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અનેકો યુવાનોની મહેનત,રૂપિયા,સમય અને આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યુ છે. આવા દરેક બનાવ વખતે યુવરાજસિંહ જાડેજા એ પુરાવા જાહેર કર્યા, એનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની કળી મળી. એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી જ ના લીધી.

ખરેખર તો રાજ્યના યુવાનોના સપનાં ને જીવનદાન આપવા, એમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઈએ. એને બદલે, જેમને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ/આરોપીઓ આંગળી ચીંધે. જે ખુદ આરોપી/ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવા, ગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માગવા એ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઊભી કરે છે.

રાજ્ય સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ધ્યાન વાળીને મુખ્ય, મોટા માથાઓ જે અત્યાર સુધીના પેપર લીક, ડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય એમને બચાવવા તો નથી માગતીને? એ પણ એક મોટો સવાલ ઉભો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટીની માગણી છે કે:
1) યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે,
2) સમગ્ર કાંડની પોલીસ ને બદલે હાઇકોર્ટ/નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે,
૩) તમામ પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો માટે સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે. દેવી માંગણી સાથે આમ આદમી પાર્ટી ના અલીભાઈ હાજીસહેબ,અર્જુનસિંહ વાળા, યાકુબ કડીવાર, તોફિક અમરેલીયા તથા ગનીભાઈ બાદી એ પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીશ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો