વાણી-વિલાસ કરીને ફસાયા વિશ્વવલ્લભ સ્વામી
એટ્રોસીટી દાખલ કરવા દલિતો દ્વારા કરાઇ અરજી…
સ્વામીનારાયણના એક સ્વામી ધ્વારા દલિત સમુદાય વિષેનો અપમાનજનક ટિપ્પણીનો એક વિડીયો વાઇરલ થતાં રાજયભરમાં સમગ્ર દલિત સમાજમાં રોષ વ્યાપ્યો છે જેના પગલે જામનગરમાં દલિત સમુદાયના એક વ્યક્તિએ આ સાધુ સામે એટ્રોસીટી એક્ટ મુજબ તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા અરજી આપી છે અને DySP કક્ષાની તપાસ માંગી છે.
જામનગરમાં રણજીત સાગર રોડ નજીકના વિસ્તારમાં રહેતા ચંદ્રગુપ્ત જી. રાઠોડે જામનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનને ‘સ્વામિનારાયણના કહેવાતા સાધુ ઉપર એફ.આઈ.આર દાખલ કરવા અંગે’ એક અરજી આપી છે. ઘટના એવી છે કે વોટ્સએપમાં સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્વવલ્લભ સ્વામીના પ્રવચનનો વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં સંત દ્વારા દલિત સમુદાય માટે થઈને બંધારણીય રીતે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવામાં આવતા દલિત સમાજમાં આક્રોશ ઊભો થયો છે. દલિત સમુદાયના વ્યક્તિઑના વોટ્સઅપ ગ્રૂપમાં આ વીડિયો વાયરલ થતાં લોકો ટીકા કરી રહ્યા છે.
આ અરજીમાં અરજદારે સમય મર્યાદામાં મોસ્ટ અર્જન્ટ તરીકે અરજી મુજબ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે અને લખ્યું છે કે સ્વામિનારાયણના કહેવાતા સાધુ ગેર બંધારણીય શબ્દો દ્વારા જાણી જોઈને અનુસુચિત જાતિનું જાહેરમાં અપમાન કરે તેમની સામે એટ્રોસીટી એક્ટ મુજબ F.I.R. દાખલ કરી કલમ 3(2) (5) મુજબ ગુન્હો દાખલ કરી ન્યાયિક તપાસ કરવી તેમજ ગુન્હાના સબંધમાં DySP દ્વારા તપાસ કરવી.
ચંદ્રગુપ્ત જી. રાઠોડ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સાધુએ સમગ્ર અનુસુચિત જાતિનું અપમાન થાય તેવા શબ્દોનો ઉપયોગ વારંવાર કરેલ છે જેઓ જાણે છે કે આવા ગેરબંધારણીય શબ્દો ન બોલવા જોઈએ તેમ છતાં જાણીજોઇને સમગ્ર ભારતમાં રહેતી અનુસુચિત જાતિઓનું જાહેરમાં અપમાન કરેલ છે માટે તેની સામે એટ્રોસીટી એક્ટની કલમ 3(2) (5). તેમજ IPCની વિવિધ કલમો અને સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવી.
આ અરજી મુદ્દે જામનગર સીટી ‘એ’ ડીવી. પોલીસ સ્ટેશન ’ના પોલીસ ઈન્સ્પેકટર એસ. એચ. રાઠવાએ જણાવ્યું કે આવી અરજી આખા ગુજરાતમાં આપવામાં આવી છે. અહીં પણ અરજી આપવામાં આવી છે અને હવે એ અરજીની તપાસ થશે. LCB તપાસ કરશે અને પછી અને એના મૂળ સુધી પહોંચીને ગુનો રજીસ્ટરે લેશે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…