રાજકોટમાં દારૂ વેચનારના ત્રાસથી કંટાળીને સામૂહિક આત્મહત્યા કરવાની ચિમકી ઉચ્ચારતો વીડિયો વાયરલ
રાજકોટના ભરતભાઈ હકુભાઇ અગેચાણીયાઍ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે, અને તેમના કોળી સમાજના ભાઈઓ પાસે આ વિડીયો વધુ વાયરલ કરવાની અપીલ કરી છે.
આ વીડિયોમાં તેમને તેમની બાજુમાં એક દારૂના ધંધાર્થીનો ભારે ત્રાસ હોવાનું કહીને કહયુ છે કે તે રાત્રે અમારી ડેલી ખખડાવે છે ડેલી અંદર દારૂની કોથળીઓ નાખે છે અને ગાળો બોલે છે આ લોકોના ત્રાસથી તેઓ ખૂબ કંટાળી ગયા છે અને થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલ છે આમ છતાં થોરાળા પોલીસ કોઈ પગલાં લેતી નથી તેવુ વીડિયોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે તેઓએ તારીખ 6 અને શુક્રવારના રોજ રાજકોટના પોલીસ કમિશનર લેખિતમાં એક અરજી આપી હતી એ અરજી મા સહી સિક્કા કરી ને તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા પણ આ દારુડિયા સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
ભરતભાઈ અંતમાં કહ્યું છે કે જો તેમના આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો તેમનો આખો પરિવાર એટલે કે તે પોતે, તેમની પત્ની, તેમનો એક દીકરો અને એક દીકરી એમ ચાર વ્યક્તિ નો પરિવાર સામૂહિક આત્મહત્યા કરી લેશે. અને તેના માટે જવાબદાર પોલીસ કમિશનર, થોરાળા પોલીસ અને દારૂ વેચવાનો ધંધો કરતાં કંચનબેન અશોકભાઈ ગોહેલ રહેશે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…