વાંકાનેર: ફેકટરીમાં કોલસાના વરમમાં પડી જતા શ્રમિકનું મોત

વાંકાનર: ખારખાનામાં છાશવારે કોઈને કોઈ કારણોસર મજૂરનાં મોત થતા રહે છે, વધુ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં વાંકાનેરમાં એક ફેકટરીમાં કોલસાના વરમમાં પડી જતા મજૂરનું મોત થયું છે. આ અંગેની જાણ વાંકાનેર સીટી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળેલી માહિતી મુજબ વઘાસીયા સીમમાં વ્હાઇટ હાઉસ સીરામીકમાં કામ કરતા સિંકન્દરસિંગ તુલશારામ સીરામીક ફેકટરીમા ગઈ કાલે કામ કરતો હતો ત્યારે કોલશાના વરમમાં અંદર પડી ગયો હતો જેથી તુરંત તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો