Placeholder canvas

વાંકાનેર: જાલી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા : બે ભાગી છૂટ્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરીને પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા, જ્યારે બે જુગારીઓએ પોલીસને જોઈ ભાગી જતા, પોલીસે સાત ઈસમો વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ભુપતભાઈ વાલજીભાઈ રૂદાતલા, જયંતિભાઈ વાલજીભાઈ ગોરીયા, વેલજીભાઈ શામજીભાઈ માલકીયા, રમેશભાઈ ખેતાભાઈ ગાબુ અને કુંવરાભાઈ મેહુરભાઈ સરૈયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા જ્યારે ભરતભાઈ સંઘાભાઈ સરાવાડીયા અને ચતુરભાઈ અમરશીભાઈ પારેજીયા નામના બે જુગારી નાસી ગયા હતા.

પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ. 2350 કબ્જે કરી સાતેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

મોર્નિંગ ન્યુઝ, બ્રેકિંગ ન્યુઝ અને આજના બજાર ભાવ ટૂંક સમયમાં જ વોટ્સએપમાં શેર કરવાનું બંધ કરવામાં આવશે…. એ માત્ર કપ્તાના ફેસબુક પેજ પર જ આપવામાં આવશે…. જો આપ મોર્નિંગ ન્યુઝ, બ્રેકિંગ ન્યુઝ અને આજના બજાર ભાવ જાણવા અને વાંચવા માંગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો