Placeholder canvas

રાજકોટ કોંગ્રેસમાં મોટું ભંગાણ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા AAPમાં જોડાયા

વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

રાજકોટઃ આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આપમાં જોડાયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

આપમાં જોડાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિકલ્પ બનવાની ક્ષમકા કોંગ્રેસ ખોઇ ચૂકી છે. આવનારા દિવસો આમ આદમી પાર્ટીના છે.ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની વાત મનાવ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમાધાન કર્યું નહોતું. થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક થઇ હતી. બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રદીપ ત્રિવેદી જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આપમાં જોડાયા બાદ તેઓએ કહ્યું હતું કે, મારુ જાહેર જીવન હમેશા લોકો માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દ્રષ્ટિએ લાંછન છે.હું હમેશા લોકો માટે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતા કોંગ્રેસ સારો પક્ષ હતો અને આજે આમ આદમી પાર્ટી લાગે છે માટે આપમાં જોડાયો છું.આગામી દિવસો આમ આદમી પાર્ટીના છે. પ્રાઇવેટ હોસ્પિટલને ડોકટરો મળે તો સરકારી હોસ્પિટલમાં ડોકટરો કેમ ન મળે. આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઉભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જોડાય એવું ઈચ્છું છું.ભાજપ ગુજરાતને ગમતું નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે.મને વિચાર ગમ્યો એટલે હું જોડાયો છું.આજકાલ રાજકિય સ્થિતિ છે કે શું સોદા થયા એવું છે. હું સોદાનો માણસ નથી.ત્યાં મારી પ્રતિષ્ઠા નહોતી એવી નહોતું. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જોઈએ એ કોંગ્રેસમાં છે નહીં એટલે આપમાં જોડાયા છીએ.હું પાર્ટી જે નક્કી કરે એમ ચૂંટણી લડીશ.હું લડવા કરતા પાર્ટીને ઉપયોગી થાઉં તે મહત્વનું છે.

વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, રાજકોટમાં અમારા કામને જોઈ બે વાર જીતાડયા છે.રાજકોટમાં પહેલીવાર આપ લડી અને બીજા નંબરે રહી છે.કાલે કેજરીવાલજીને મળ્યા અને આપમાં અમે જોડાવવા નિર્ણય કર્યો.શિક્ષણ નીતિ અને આરોગ્ય અંગેની માહિતી મેળવી. ગામડાની સ્કૂલો પણ જોઈ છે.એમના વિચારો રાષ્ટ્રવાદી છે.પંજાબમાં જે ઠરાવ એમને કરાવ્યો છે. ડો. બાબાસાહેબ અને ભગતસિંહની તસ્વીરનો આનંદ થયો છે.બંધારણ સાચવવું હોય તો તમામ ગુજરાતમાં દલિતોને જણાવુ છું કે આમ આદમી પાર્ટીમાં જોડાવો.ગુજરાતના મુખ્યમંત્રી કહેતા હોય કે ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પોલીસ ખાતું અને બીજા નંબરે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે.જે શરમજનક છે.આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઉભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જોડાય એવું ઈચ્છું છું. બહુ વાર લાગશે એવું માનનારા લોકોને કહેવા માગીશ કે આમ આદમીની સત્તાને વાર નથી. સરકાર 2022માં આપની બનશે. સૌના સહિયારા પ્રયાસથી થોડા જોરના ઝટકા મારવાના છે.ભ્રષ્ટાચારનો ભરડો લઈ ચૂકેલા ભાજપને 2022માં જ દૂર કરીએ એવી ગુજરાતની જનતાને મારી અપીલ છે.આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર છે.આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત થઈ કોંગ્રેસના ત્રણ નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. કાલે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને કોમલ બેન જોડાયા છે. જેને કામ કરવું હોય લોકસેવા કરવી હોય તેના માટે માત્ર આપ વિકલ્પ છે.

આ સમાચારને શેર કરો