Placeholder canvas

વાંકાનેર: મેસરીયાની સીમમાં રસ્તામાંથી લાકડાનો ઢગલો નહિ હટે કહીને, ભાઠો ઠોક્યો !

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં સાવ નજીવી બાબતે યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે, રસ્તામાં પડેલા લાકડાના ઢગલાને હટાવવાનું કહેતા ઈસમ અકળાયો હતો અને તેણે યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ નોંધવામાં આવી છે.

જેમાં ફરિયાદી મુકેશભાઇ કેસાભાઇ મેરજાએ મેસરીયા ગામના રહેવાસી કના મોહનભાઇ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, ગત તા.૧૫/૧૦/૨૦૨૨ ના સાંજના આશરે આઠેક વાગ્યાના સુમારે તેઓ તેમના મિત્ર  સંજય ઉર્ફે દલો મકવાણા સાથે પોતાના હવાલાવાળા મોટરસાયકલ પર ગોપાલગિરી આશ્રમથી નાળીયારી ગામ તરફ જતા હતા.  એ વખતે મેસરીયા ગામની સીમમાં વળથાળાના તળાવ પાસે રસ્તા પર પહોંચતા આરોપી કના મોહનભાઇ મકવાણા રસ્તામાં લાકડાનો ઢગલો કરીને ઉભો હતો જેથી મુકેશભાઇએ  લાકડાનો ઢગલો સાઈડમાં હટાવવાનું કહ્યું હતું. ત્યારે આરોપી કનાએ ‘લાકડા સાઇડમાં નહીં લેવાય તમારે નીકળવું હોય તો નીકળો’ એમ કહેતા સંજય તથા કનાભાઇને બોલાચાલી થઈ હતી.

જેથી  મુકેશભાઇ ત્યાં જતા કનાને સમજાવતા કનાએ વધુ ઉશ્કેરાઇ જઇને તેમને બેફામ ગાળો ભાંડી હતી અને લાકડાના ઢગલામાંથી એક લાકડાનો ધોકો લઇ તેના વડે મુકેશભાઇને જમણા પગના ઢીંચણથી નીચેના ભાગે એક ઘા મારી નાસી ગયો હતો. હાલ મુકેશભાઇ સારવાર હેઠળ છે. આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૫,૫૦૪તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો