Placeholder canvas

વાંકાનેર: પ્રેમિકાએ પ્રેમી પર પેટ્રોલ છાંટી આગ ચાંપી જીવતો સળગાવ્યો !!!

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા પ્રેમિકાએ પોતાના પ્રેમિને જીવતા સળગાવી દીધા હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે પ્રેમી લગ્નની લાલચે પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો ત્યારે પ્રેમિકાએ ચોરી કરેલા ઘરેણાં અંગે પ્રેમીએ પુછપરછ કરતા ઉશ્કેરાયેલી પ્રેમીકાએ તેના પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.હાલ ઈજાગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મોરબી રોડ પર આવેલા સ્વસ્તિક વિલામાં રહેતા રાજેશ પરસોતમભાઈ રામાણી (ઉ.વ.45)ને ગઇકાલે બપોરના સમયે તેમની પરીચિત દાહોદની ગીતાએ મોબાઈલમાં કોલ કરી વાંકાનેર બાઉન્ડ્રી પાસેની ઓનેસ્ટ પાસે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ રાજેશ ગીતાને મળવા વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગયો હતો. ત્યાંથી ગીતા અને રાજેશ આવાવરૂ જગ્યાએ બેઠા હતા. ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા ગીતાએ તેની પાસે રહેલા પેટ્રોલ ભરેલા શીશામાંથી પેટ્રોલ રાજેશ પર છાંટી દિવાસળી ચાંપી જીવતો સળગાવી દીધો હતો અને ગીતા ત્યાંથી નાસી ગઈ હતી. રાજેશ ત્યાં કણસતી હાલતમાં પડ્યો હોય તેમને કોઈએ 108 મારફતે રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કરતા એન્ટ્રી નોંધી ત્યાંથી વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ રાજેશનું નિવેદન લેવા રાજકોટની સરકારી હોસ્પિટલે પહોંચી ગયો હતો. આ અંગે હાલ વાંકાંનેર પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે.

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો