સ્વીફ્ટ કારમાં દેશી દારૂ ભરીને નીકળેલો શખ્સ પોલીસને જોઈ મુઠીયું વાળીને ભાગ્યો.
વાંકાનેર : વાંકાનેર પોલીસે ચોટીલા હાઇવે ઉપરથી દેશીદારૂ ભરેલી સ્વીફ્ટ કાર કબ્જે કરી ગાડી નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મળેલ માહિતી મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે પર જોધપર ગામ પાસે રોડની સાઇડમા રેઢી હાલતમાં મારુતિ સ્વીફ્ટકાર રજી.ન. જીજે-૧૩-એન.-૧૭૩૧માંથી દેશીદારૂ લીટર 300 કિંમત રૂપિયા 6000 કબ્જે કરી એક લાખની કિંમતની કાર પણ કબ્જે કરી હતી.
વધુમાં પોલીસને જોઈ કાર રેઢી મૂકી ભાગી જનાર આરોપીને શોધી કાઢવા પોલીસે કાર નંબરના આધારે તપાસ શરૂ કરી છે.