Placeholder canvas

નવતર પ્રયોગ : પોલીસ સ્ટેશન બહાર અકસ્માતગ્રસ્ત કાર સ્ટેજ ઉપર મુકાઈ

ધીરજ અને ખંત અકસ્માતનો અંત : અકસ્માત નિવારવા ટંકારા પોલીસનો નવતર પ્રયોગ

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર છાસવારે બનતા અકસ્માતના બનાવો લોકજાગૃતિથી અટકે તેવા હેતુથી ટંકારા પોલીસે નવતર પ્રયોગ હાથ ધરી પોલીસ મથક બહાર સ્ટેજ ઉભું કરી એક અકસ્માતગ્રસ્ત કાર પ્રદર્શિત કરી ધીરજ અને ખંત અકસ્માતનો અંત જેવા સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

છેલ્લા લાંબા સમયથી રાજકોટ – મોરબી હાઇવે ઉપર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ત્યારે ટંકારા થાણા અમલદાર એચ આર હેરભા દ્વારા નવતર પ્રયોગ કરી લોકમાં અકસ્માત નિવારવા જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરાયો છે. ટંકારા પોલીસ મથક બહાર એક સ્ટેજ બનાવી અકસ્માતગ્રસ્ત કાર મુકવામાં આવી છે અને બાજુમાં જ એક મોટા હોર્ડિંગ બોર્ડ ઉપર આ કારમાં બે માનવીઓએ જિંદગી ગુમાવી હોવાનું લખાણ કરી અકસ્માત નિવારવા માટેના સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

ટંકારા પોલીસ દ્વારા આ નવતર પ્રયોગમાં પ્રદર્શિત કરાયેલ હોર્ડિંગમાં ધીરજ અને ખંત લાવે અકસ્માતનો અંત, અકસ્માત એ કુદરતી દેણ નથી આપણું પરિણામ છે, નસીબ બચાવે કોઈ વાર સુરક્ષા બચાવે વારંવાર જેવા સૂત્રો લખવામાં આવ્યા છે અને આ નવતર પ્રયોગથી અહીંથી પસાર થતા વાહન ચાલકો આકર્ષાઈ રહ્યા છે અને ઘડી બે ઘડી વિચારતા પણ થયા છે.

આ સમાચારને શેર કરો