ટંકારામાં રૂ.1.66 કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનશે: મુખ્યમંત્રી કરશે ઇ-ખાતમુહૂર્ત

By Jayesh Bhatashna (Tankara) . .ટંકારા : ટંકારાવાસીઓ માટે આજે ખુશીના સમાચાર જાહેર થયા છે. વર્ષોથી બસ સ્ટેન્ડ માટે ઉઠી રહેલી માંગણી અંતે સંતોષાય છે. સરકાર દ્વારા રૂ. 1.66 કરોડના ખર્ચે ટંકારામાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. જેનું ઇ- ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આગામી શુક્રવારના રોજ થાય તેવી સંભાવના છે.

ટંકારા તાલુકામાં બસ સ્ટેન્ડ જ ન હોય આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સરકારના કાને નાખવામાં આવી રહ્યો હતો. અંતે સરકારે ટંકારાવાસીઓની માંગણી સ્વીકારી છે. વર્ષોથી થઈ રહેલી રજૂઆતો સફળ નિવડી છે. ટંકારામાં રૂ. 1.66 કરોડના ખર્ચે જુના બસ સ્ટેન્ડની જગ્યાએ જ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવનાર છે.

જેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલી થવાનું છે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ પણ જોડાવાના છે. આ ઇ- ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તા.1ને શુક્રવારના રોજ સાંજના સમયે યોજાઈ તેવી શકયતા છે. તેમ ડેપો મેનેજર દિલીપ શામણાએ જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •