વાંકાનેર: અમરસર ફાટક નજીક બંધ ટ્રકની પાછળ બાઈક ઘુસી ગયું

વાંકાનેર અમરસર ફાટક નજીક એક બંધ ટ્રકમાં પાછળ બાઈક ઘુસી જતાં બાઇકચાલક ઇજાગ્રસ્ત થતા ખાનગી વાહનમાં હોસ્પિટલે લઇ જવામાં આવ્યા.

આજે રાત્રે અંધારાના સમયમાં ફાટક નજીક સીંધાવદર તરફ એક બંધ ટ્રક (Gj-10w 5924)માં પાછળ બાઇક ચાલક ઘૂસી જતાં તેમને ઈજા થઈ હતી અને તેમને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેઓને બહારથી છાલ છોડ જેવી સામાન્ય ઇજા દેખાતી હતી. પરંતુ તેઓ અર્ધબેભાન હાલતમાં હતા. વધુમાં મળેલી માહિતી મુજબ તેવો રાજકોટના માલયાસણ ગામના હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો
  • 38
  •  
  •  
  •  
  •  
  •  
    38
    Shares