skip to content

વાંકાનેરમાં મચ્છુ નદીના પટમાંથી હત્યા કરાયેલી લાશ મળી

વાંકાનેર : લોકડાઉનના ભારે બંદોબસ્ત વચ્ચે વાંકાનેરમાં નદીના પટમાંથી માથું છૂંદાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યાના આ બનાવની તપાસ હાથ ધરી છે.

લોકડાઉનની સ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે વાંકાનેરમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. વાંકાનેરમાંથી પસાર થતી મચ્છુ નદીના પટમાં એક લાશ પડી હોવાની જાણ થતાં વાંકાનેર સીટી.પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. સ્થળ તેમજ લાશ નિરીક્ષણ પરથી મૃતક


હસમુખ ઉર્ફે ડુટારો ધનજી માંડલિયા દેવિપુજક હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકનું માથું કોઈ બોથડ પદાર્થ કે પથ્થરથી છૂંદી નાખવામાં આવ્યું હતું. વાંકાનેર સીટી પી.આઈ. એચ.એન.રાઠોડ, સીટી પીએસઆઈ પી.સી.મોલિયા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી પી.આઈ. વી.બી. જાડેજા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બનાવના મૂળ સુધી પહોંચવાની તજવીદ આદરી છે, તેમજ ડેડબોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો