Placeholder canvas

સુરતથી પરપ્રાંતીયોને લઈને બે ટ્રેન UP અને ઓડિશા જવા માટે રવાના થઇ

સુરતમાં રહેતા ઓડિશાવાસીઓ માટે સુરતથી એક ખાસ ટ્રેન ઓડિશા સુધી દોડાવવામાં આવી હતી. પાંડેસરા ખાતે ચેક કર્યા બાદ ઓડિશાવાસીઓને રેલવે સ્ટેશન લઈ જવા માટે બસોમાં બેસાડવામાં આવ્યા હતા. આ માટે 45 જેટલી બસની વ્યવસ્થા કરાઈ હતી.

કોરોના વાઈરસના પગલે દેશમાં લાખો પરપ્રાંતીયો ગુજરાતના વિવિધ શહેરોમાં ફસાયા છે. આ પરપ્રાંતીયોને માદરેવતન પરત મોકલવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરતાં સ્થાનિક તંત્ર દ્વારા પણ તેની કામગીરી શરૂ કરાઈ હતી. જેના ભાગ રૂપે શનિવારે ગુજરાતમાંથી બે ટ્રેન ઉત્તર પ્રદેશ અને ઓડિશા જવા માટે રવાના થઈ છે. આ બંને ટ્રેનોમાં આશરે કુલ 2500 જેટલા પરપ્રાંતિઓ માદરેવતન જવા માટે રવાના થયા છે. આ બંને ટ્રેનો પૈકી એક ટ્રેન અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી અને બીજી સુરતથી ઉપડી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો