ભગવતીપરામાં તમાકુ મામલે તલવાર ખેંચાઇ : ચાર શખ્સોનો યુવાન પર હુમલો
રાજકોટ : શહેરના લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ દ્વારા ફલેગમાર્ચ, પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભગવતીપરામાં તમાકુ લેવા ગયેલા યુવાન પાછળ દુકાનદાર સહિત ચાર શખ્સો તલવાર-ધોકા લઇ પાછળ દોડયા હતા અને આરોપીઓએ યુવાનનો ભાઇને માથામાં તલવારનો એક ઘા ઝીંકી અન્ય આરોપીઓએ ધોકા વડે મારમારતાં લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો અને તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે બી-ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે ચારેય હૂમલાખોરો વિરૂઘ્ધ કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભગવતીપરામાં અશાબાપીરની દરગાહ પાસે નદીના કાંઠે રહેતા હનીફભાઇ હબીબભાઇ શેખ (ઉ.વ.30) નામના યુવાને તેના જ વિસ્તારમાં રહેતા ગફરૂ, ઇમ્તીયાઝ, સલીમ ઉર્ફે સબો અને જાવીદભાઇ સામે મારામારી તેમજ ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. હનીફ શેખે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇકાલે બપોરના સમયે એરકુલરની મોટર લઇને મિયાણાવાસ ચોક નિઝામભાઇના ઘરે રીપેરીંગ કરાવવા માટે ગયેલ તે વખતે મોટોભાઇ સોહિલ ઉર્ફે બાડો ત્યાંથી દોડતો નદી તરફ આવેલ અને તેની પાછળ જાવેદ વલીભાઇ જેના હાથમાં ધોકો હતો, ગફુરભાઇ પાસે તલવાર અને ઇમ્તીયાઝ તેમજ સલીમ ઉર્ફે સબા પાસે પાઇપ હતો. આ ચારેય શખ્સોએ તલવારનો એક ઘા મારા માથામાં મારી દીધો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…