Placeholder canvas

અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા ચોથી સમુહશાદીના આયોજન અંગે મિટિંગ યોજાઈ

અબડાસા તાલુકાના ધનાવાળા મધ્યે અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા ચોથી સમુહશાદીના આયોજન બાબતે મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં આગામી વર્ષે તારીખ 27-02-2022 રવિવારના યોજવા નક્કી કરવામાં આવ્યું.

આ સમૂહ શાદીમાં જોડાવા નોંધણી ફોર્મ 01-12-2021 થી 15-01-2022 સુધી સ્વિકારવામાં આવશે, જરૂરતમંદ પરિવારના દિકરા દિકરીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફિ લેવામાં આવશે નહીં, સમુહશાદીનું આયોજન હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

આ મિટિંગમાં આવક જાવકના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા . જેમાં સમાજના જરૂરતમંદ પરિવારોને છેલ્લા ત્રણ વર્ષથી આરોગ્યની ફ્રી સેવાઓ આપવામાં આવે છે છેલ્લા 1 વર્ષમાં 231 જેટલા દર્દીઓએ આ લાભ લીધેલ છે એવી વ્યવસ્થા કાયમી ચાલુ રાખવા જરૂરતમંદ પરિવારોને હેલ્થ કાર્ડ બનાવી આપવામાં આવશે.

આ મિટિંગમાં લેવાયેલા નિર્ણયો પૈકી લોક રક્ષકની ભરતીમાં સમાજના જેટલા છોકરાઓ ફોર્મ ભરશે તેઓને ટ્રેઇનિંગ તથા કોચિંગ ક્લાસનું ખર્ચ પણ સમાજ દ્વારા આપવામાં આવશે. આ મીટિંગમાં સમાજના પ્રમુખ હાજીજુણસભાઈ, ઉપપ્રમુખ હાજીયાકૂબભાઈ, અલીમામદભાઈ, મહામંત્રી ખાલિદભાઈ, ખજાનચી હુશેન માસ્તર , સહમંત્રી અબ્દુલ સરપંચ તથા કારોબારી સમિતિના સભ્યો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા એવું સરપંચ સંગઠનના મહામંત્રી રઝાકભાઈ હિંગોરા ની યાદીમાં જણાવ્યું હતું

આ સમાચારને શેર કરો