જસદણ, વિંછીયા અને બાબરાના ગામોમાં સ્વચ્છતા માટે જાગૃતિ કાર્યક્રમો યોજાયા
જસદણ:૨ જી ઓક્ટોબર, પૂજ્ય ગાંધીજી ની જન્મ જ્યંતી નિમિતે સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત કરેલ છે જે આખા માસ દરમ્યાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે ગામોને સ્વચ્છ બનાવવા કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે રિલાયન્સ ફોઉન્ડેશન જસદણ દ્વારા અલગ અલગ ગામડાઓમાં જાગૃતિના કાર્યક્રમો જેવા કે શાળામાં બાળકોને સ્વછતા બાબતેના જાગૃતિ, ગ્રામજનો સાથે સ્વચ્છ ગામ બાબતે નાગરીકોની જવાબદારી બાબતે જાગૃતિ કરેલ છે.
આ અભિયાન અંતર્ગત ત્રણેય તાલુકાના અલગ અલગ ૧૧ ગામડાઓમાં આ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ૫૦૦ જેટલા લોકોએ ભાગ લઈને પોતાના ગામને અને ખાસ કરીને ગામની જાહેર જગ્યાઓને સાફ રાખવાની અને ગામમાં ગંદકી ના થાય તે બાબતે સપથ લીધા હતા.